તાજી ખબરોવિદેશ

નેપાળ ભારતની સરહદે વધારશે ચોકીઓ

ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે નેપાળના વડા પ્રધાને એકપક્ષીય રીતે આ પગલું લેતા મોદી સરકારે પણ આ મામલે કડક વલણ અખત્યાર કર્યું છે.

શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહમાં ભારતના પ્રદેશો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ તરીકે દર્શાવતા નવા નકશાને મુદ્દે વોટિંગની કાર્યવાહી થતા અને આ મુદ્દે ઉપલા ગૃહમાં પણ આ અઠવાડિયે પ્રસ્તાવિત કાર્યવાહી બાદ મોદી સરકારે પણ પાછલા અઠવાડિયાઓમાં જોવાયેલા વલણ કરતા વધુ કડક વલણ હવે લીધું છે એમ અહેવાલ જણાવે છે.

ભારત-નેપાળ વચ્ચે સરહદી વિવાદ વચ્ચે હિંદુસ્તાન ટાઇમ્સનો અહેવાલ કહી રહ્યો છે કે નેપાળે સરહદ પર ચોકીઓ વધારવાની યોજના બનાવી છે.અહેવાલ પ્રમાણે નેપાળે પોતાની સરહદ પરની આર્મ્ડ પોલીસ ફૉર્સને સરહદ પર વધુ 100 ચોકીઓ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ જાણકારી નેપાળ સાથેની સરહદ પર ભારત તરફથી તૈનાત શસસ્ત્ર સીમા દળ અને કેન્દ્રિય જાસૂસી એજન્સીઓને મળી છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *