news gujarati
પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશના 244 વિસ્તારોમાં આવતીકાલે યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે. ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ 244 વિસ્તારોમાં ગુજરાતના 19 સ્થળે પણ મોકડ્રિલ કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ્સને તેમની સંવેદનશીલતાના આધારે 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કેટેગરી-1 સૌથી સંવેદનશીલ છે અને કેટેગરી-3 ઓછી સંવેદનશીલ છે.
પ્રથમ કેટેગરી : સુરત, વડોદરા, કાકરાપાર
દ્વિતીય કેટેગરી : અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર
તૃતીય કેટેગરી : ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી
મોક ડ્રીલમાં શું કરવામાં આવશે?
– હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
– નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
– મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
– નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.