ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અગાઉ 12મેના ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.