1 ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ: સુરત-ભાવનગર સહિત 44 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જાણો આગામી 7 દિવસની આગાહી - ન્યુઝ ગુજરાતી

ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ: સુરત-ભાવનગર સહિત 44 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જાણો આગામી 7 દિવસની આગાહી

અમદાવાદ: બંગાળની ખાડીમાં સક્રિય થયેલા મજબૂત લો પ્રેશર અને રાજસ્થાન પરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 44 તાલુકાઓમાં વાતાવરણ પલટાયું છે અને સુરત તેમજ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.

સુરત અને ભાવનગરમાં કેવો છે માહોલ?

  • સુરત: છેલ્લા 10 દિવસના વિરામ બાદ વેસુ સહિતના પોશ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અસહ્ય ઉકળાટથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં ફરી જળબંબોળ થવાનો ભય સતાવી રહ્યો છે.

  • ભાવનગર: લાંબા સમયથી ચાતક નજરે રાહ જોતા ભાવેણાવાસીઓ માટે મેઘરાજા ધીમીધારે આશીર્વાદ બનીને વરસ્યા છે, જેનાથી બફારામાં મોટી રાહત મળી છે.

રાજ્યમાં હજુ પણ 31% વરસાદની અછત

ચોમાસાની આ સીઝનમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 31% ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાત રીજિયનમાં 25% અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજિયનમાં સામાન્ય કરતાં 38% ઓછો વરસાદ થયો છે.

હવામાન વિભાગની 23 જુલાઈ સુધીની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં ભારે વરસાદનું કોઈ રેડ એલર્ટ નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે:

  • આજે (17 જુલાઈ): વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

  • 18થી 20 જુલાઈ: સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.

  • 21થી 23 જુલાઈ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધશે, જ્યારે બાકીના વિસ્તારોમાં સ્થિતિ યથાવત્ રહેશે.

    ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com