
News Gujarati
ગઈકાલે રાત્રે અમદાવાદના વટવા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાતી એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી, જેના કારણે બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. રેલવે ટ્રેક પર પડેલા ક્રેનના ભાગને હટાવવાનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું, જેથી ટ્રેન સેવા ફરીથી સામાન્ય થઈ શકે.
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતના મહત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનું એક છે, જે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર ઘટાડીને માત્ર બે કલાકમાં પૂરું કરવાનો લક્ષ્ય ધરાવે છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.