અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ટ્રેડ વોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાનો ચીન પરનો 104% ટેરિફ આજથી અમલમાં આવ્યો છે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34% ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50%નો વધારો કરવામાં આવ્યો છે. ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, તે બાદ ફરી અમેરિકન વસ્તુઓ પર 84 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવામાં આવ્યો છે.