
News Gujarati
ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 11ના મોત થયા છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ, ગોડાઉનમાં માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી. જ્યારે ગોડાઉનના નામે હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.