
news gujarati
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં. આને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે.
નોંધનીય છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જે જોતાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત એક બેરલ પર 63.34 ડોલર છે, પેટ્રોલિયમ કંપનીઓને કાચું તેલ સસ્તામાં પડે છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.