
news gujarati
ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મનપાનો હીટ એક્શન પ્લાન
- ટ્રાફિક સિગ્નલ: સવારે 11થી સાંજે 5 સુધી બંધ, ચારરસ્તા અને જંક્શન પર ગ્રીન નેટ લગાવવામાં આવશે.
- BRTS/AMTS: પાણી, ORS ઉપલબ્ધ, ડેપો પર કુલર-પંખાની વ્યવસ્થા.
- શાળાઓ: દોઢ કલાકે પાણી માટે બેલ, રેડ એલર્ટમાં સમય બદલાશે.
- હેલ્થ સેન્ટર્સ: હીટ સ્ટ્રોક માટે વિશેષ વ્યવસ્થા, URBAN/CHC પર ORS સેન્ટર.
- સામાજિક સહકાર: પાણીની પરબો શરૂ કરાશે.
- બગીચા: સવારના 6થી રાતના 11 સુધી ખુલ્લા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.