news gujarati
અમદાવાદ, 14 જૂન 2025: ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યલો અને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે.
📅 દિવસવાર આગાહી અને એલર્ટ વિગતો:
🔸 14 જૂન (શનિવાર):
ગાજવીજ સાથે ભારે વરસાદ માટે નીચેના જિલ્લાઓમાં યલો એલર્ટ:
સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ
🔸 15 જૂન (રવિવાર):
- ઑરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ):
અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ - યલો એલર્ટ (ભારે વરસાદ):
રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ
🔸 16 જૂન (સોમવાર):
- ઑરેન્જ એલર્ટ:
રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ - યલો એલર્ટ:
બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ
📌 નોંધનીય છે કે 15-16 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
🔸 17 જૂન (મંગળવાર):
યલો એલર્ટ (ભારે વરસાદ):
અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
🔸 18 જૂન (બુધવાર):
યલો એલર્ટ:
કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ
🔸 19 જૂન (ગુરુવાર):
યલો એલર્ટ:
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.