
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાને વધારવાનો હતો, પરંતુ પાકિસ્તાને એકવાર ફરી તેમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરવથાનેની હરીશે જવાબ આપતાં કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને ગેરકાયદે રીતે આ વિસ્તાર પર કબજો કરેલો છે, જેને તાત્કાલિક ખાલી કરવો પડશે.’
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.