
News Gujarati
મ્યાનમારમાં આજે (28 માર્ચ) શુક્રવારે સવારે 7.7ની તીવ્રતાના ભયંકર ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા માત્ર મ્યાનમાર પૂરતા મર્યાદિત ન રહ્યા. દિલ્હીની રાજધાની તેમજ નજીકના NCR વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ આંચકાઓની અસર જોવા મળી.
થાઇલેન્ડમાં ગભરાટ, બેંગકોકમાં કટોકટી જાહેર
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા પછી લોકો ગભરાટમાં ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હોવાની માહિતી છે. થાઇલેન્ડના વડાપ્રધાને બેંગકોકમાં તાત્કાલિક કટોકટી જાહેર કરી છે.
મ્યાનમારમાં મોટા પાયે નાશ
મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થવાનાં અહેવાલો છે. આ સાથે, 11:52 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો અને 12:02 વાગ્યે બીજીવાર ધરતીકંપ અનુભવાયો હતો.
આફટરશોકનો ભય હજી પણ અકબંધ
આ ભૂકંપ એટલો પ્રબળ હતો કે તેની અસર મ્યાનમાર, ભારત અને થાઇલેન્ડની સાથે અન્ય આસપાસના દેશોમાં પણ નોંધાઈ. વિશેષજ્ઞોના મતે, ભૂકંપના આફટરશોક જોવા મળી શકે છે, જેના કારણે બચાવ કાર્યમાં વધુ પડકારો આવી શકે છે. તંત્રએ લોકોને સાવધ રહેવા અને સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.