
News Gujarati
અમદાવાદના એપીએમસી માર્કેટ, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી નવા ઓવરબ્રિજના નિર્માણથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ ઓવરબ્રિજ માટે રૂ. 1295.39 કરોડના ખર્ચની મંજૂરી 11 માર્ચ 2024ના રોજ આપવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 10.63 કિ.મી.ના આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય 2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર લોકલ ટ્રાફિકના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે દબાણ રહેતું હતું, જે આ ઓવરબ્રિજના નિર્માણ બાદ ઘટશે.
વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર અને બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેડ રસ્તા સહિત કુલ 16 લેનની સુવિધા ઉપલબ્ધ થશે, જે ગુજરાત માટે પ્રથમવાર હશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.