Indiaતાજી ખબરોવિદેશ

શુ ચીન ઇસ્લામી દુનિયામાં સાઉદી અરેબિયાનો વિકલ્પ ઊભો કરવા માગે છે ?

અમેરિકા અને ચીન એશિયાઈ દેશોમાં પોતાનાં અલગ-અલગ સમીકરણો બનાવી રહ્યાં છે. સાઉદી અરેબિયા પરંપરાગતરૂપથી અમેરિકાનું સહયોગી રહ્યું છે અને સાઉદી અરેબિયાનો ઇસ્લામી દુનિયામાં એક પ્રકારે દબદબો છે. હવે આ સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે એક નવા શીતયુદ્ધની સ્થિતિ બની છે ત્યારે ચીન પોતાનો પગપેસારો એશિયાઈ દેશોમાં કરવાના પ્રયત્નોમાં લાગ્યું છે અને તેને માટે નવાં સમીકરણો બનાવી રહ્યું છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઇસ્લામિક દેશોના સંગઠન ‘ઑર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક ઑપરેશન’ (ઓઆઈસી)માં પોતાની સાથે ઉભા નહીં રહેવા બદલ સાઉદી અરેબિયાની સાર્વજનિક રીતે ટીકા કરી હતી. પાકિસ્તાનની ટીકાત્મક ટિપ્પણી પછી સાઉદી અરેબિયાએ એને 1 બિલિયન ડૉલરનું દેવું ચૂકવી દેવા કહ્યું છે.

ચીન ઈરાન સાથે એક મોટી ડીલ કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં પણ ચીનનું મોટું રોકાણ ગ્વાદર બંદર અને ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (CPEC)ના રૂપમાં થઈ રહ્યું છે. આ રીતે પાકિસ્તાન અને ઈરાન બંને ચીનની નિકટ થઈ રહ્યાં છે,હકીકતમાં ચીન ઇસ્લામી દુનિયામાં સાઉદી અરેબિયાનો વિકલ્પ ઊભો કરવા માગે છે અને એટલા માટે તે ઈરાન, મલેશિયા અને પાકિસ્તાન જેવા દેશો તરફ જોઈ રહ્યું છે. ચીન નિશ્ચિતપણે અખાતના દેશોનાં બજારમાં પોતાની સંભાવનાઓ તપાસવામાં લાગ્યું છે.આ ઉપરાંત ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશને સાથે લાવવાના પ્રયત્નમાં જોતરાયું છે.

આ બદલાતાં સમીકરણોમાં ભારત, અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત સ્વભાવિક ભાગીદાર બની રહ્યા છે. સાઉદી અરેબિયા અને ઈરાન ક્યારેય સાથે આવી ન શકે અને સાઉદી અરેબિયાની અમેરિકાથી નિકટતા હોવાને કારણે તે ભારતની પણ નજીક આવી રહ્યું છે. હકીકતમાં બદલાતાં સમીકરણો વૈશ્વિક સ્તર પર થઈ રહેલાં પરિવર્તનનું પરિણામ છે.

હવે સાઉદી અરેબિયા, ભારત અને ઇઝરાયલ એક તરફ થઈ ગયા છે કારણ કે તેઓ અમેરિકાની સાથે છે. તો બીજી તરફ મુશર્રફના સમયથી જ પાકિસ્તાન ચીનની વધુ નિકટ થતું જઈ રહ્યું છે. એટલા માટે ચીન ઈરાન, મલેશિયા અને પાકિસ્તાન જેવા દેશો તરફ જોઈ રહ્યું છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 4.9 ( 3 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *