News Gujarati
અમેરિકાએ ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવી લીધું છે. ચીનને મંગળવારે હ્યૂસ્ટન એમ્બેસી 72 કલાકમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. શુક્રવાર સાંજે 4 વાગ્યે જેવી જ ડેડલાઈન ખતમ થઈ, અમેરિકન એજન્ટ્સ આ બિલ્ડિગમાં દાખલ થઈ ગયા. અંદર રહેલા ઘણા લોકોએ ગેટ ન ખોલ્યો. આ અંગે FBIએ તેમણે વોર્નિંગ આપી દીધી. ત્યારપછી એજન્ટે દરવાજો શક્તિનો ઉપયોગ કરીને ખોલાવ્યો.
હેરાન કરનારી વાત તો ચીનનું વલણ છે. વિયેના કન્વેશન પ્રમાણે, એ નક્કી કરેલા સમયમાં બિલ્ડિંગને અમેરિકન અધિકારીઓને હેન્ડઓવર કરવાની હતી. પરંતુ જ્યારે FBI એજન્ટ્સ ત્યાં પહોંચ્યા તો મઈન ગેટ અંદરથી લોક હતો. પાછળનો ગેટ પણ આવી જ રીતે બંધ હતો. પરંતુ ટીમે તેને બળજબરી ખોલાવ્યો.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા સમાપ્ત થાય તેના એક કલાક પહેલા જ વાણિજ્ય દૂતાવાસ પર લાગેલા ચીની ઝંડા અને સીલ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમેરિકી અધિકારીઓએ ઈમારતને કબજામાં લઈ લીધી હતી. વહેલી સવારે વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓ ઈમારતમાંથી પોતાનો સામાન દૂર કરતા જોવા મળ્યા હતા.
એમ્બેસીની તપાસ કરતી વખતે ચોંકાવનારી વસ્તુ જોવા મળી. એમ્બેસીની બહાર ઘણા ચીની નાગરિક ભેગા થયા હતા. તેમણે અમેરિકાની કાર્યવાહીનું સમર્થન કર્યુ અને ચીનના વિરોધમાં વાતો કરી. જેમાંથી મોટાભાગના લોકો તાળીઓ વગાડીને FBI એજન્ટો જુસ્સો વધારી રહ્યા હતા. ઘણા લોકો આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા.
એજન્ટના દાખલ થયા પછી ઘણા લોકો બોક્સ લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ લોકો લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટના હતા. FBI સાથે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની એક સ્પેશ્યલ ટીમ પણ આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ ટીમે મંગળવારે સળાગાવાયેલા દસ્તાવેજોના પુરાવાઓની તપાસ કરી ગતી. દસ્તાવેજ સળગાવવાની ઘટના પછી જ એમ્બેસી પર શંકા ગઈ હતી. ત્યારપછી તેને 72 કલાકમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.