તાજી ખબરોલાઈફસ્ટાઈલ

લાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips

શાકમાં થોડીક પણ લીલી કોથમીર ઉમેરવામાં આવે તો તેનો દેખાવ બદલાઇ જાય છે. તે સિવાય કોથમીરનો ઉપયોગ આપણે કોઇપણ વાનગીમાં સજાવટ માટે પણ કરીએ છીએ. કોથમીર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે તો કોથમીર બગડી જાય છે. તો કેટલીક વખત બજારમાંથી કોથમીર લાવીને ફ્રીઝમાં મૂકી દઇએ છીએ. પરંતુ તે ફ્રીઝમાં થોડોક સમય રાખ્યા બાદ ખરાબ થઇ જાય છે. જો તમારી પાસે પણ કઇક આવું જ થઇ રહ્યું છે તો કોથમીરને લીલી અને તાજી રાખવા માટે કેટલાક એવા ઉપાય જણાવીશુ જેને અપનાવીને તમે તેને હંમેશા તાજી રાખી શકો છો

• સો પ્રથમ કોથમીર લો અને તેની પાછળની દાંડી કટ કરી લો.
• આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોથમીરને ધુઓ નહીં.
• હવે એક એર ટાઇટ ડબ્બો લો અને તેની નીચે ટિશુ પેપર મૂકો અને તની પર કોથમીર ફેલાવી દો.
• ત્યાર પછી કોથમીરને ઉપરથી પણ ટિશૂ પેપર લગાવી દો અને ડબ્બાને બંધ કરી દો.
• કોથમીર પૂર્ણ સુરક્ષિત છે અને હવે તમે તેને ફ્રીઝમાં રાખી શકો છો.
• આમ કરવાથી તમે કોથમીરને લાંબો સમય સુધી ઉપયોગ કરી શકો છો.
• કોથમીર ખરાબ થશે નહીં, કોથમીરને તાજી રાખવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.

User Rating: 3.68 ( 3 votes)
Tags
Show More

Related Articles

2 thoughts on “લાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *