Indiaતાજી ખબરોમનોરંજનવિદેશ

જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ

ભારતે સોમવારે ચીનની 59 એપ્લીકેશનો પર પ્રતિબંધ (59 Chinese Apps Banned) લગાવી દીધો છે. પ્રતિબંધની યાદીમાં કેટલીક એપ ભારતમાં ખૂબ પ્રચલિત છે, ખાસ કરીને ટિકટૉકની વાત કરીએ તો તેનાથી દેશમાં 100 મિલિયનની વધુ એક્ટિવ યૂઝર્સ છે. આ ઉપરાંત નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે હેલો, લાઇક અને વીડિયો ચેટ બિગો લાઇવ ભારતીયોમાં ખૂબ પ્રચલિત છે.

આ એપ્સને બ્લોક કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવામાં આવશે, ત્યારબાદ ટૂંક સમયમાં નોટિફિકેશન મોકલવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યૂઝર્સને ટૂંક સમયમાં એક મેસેજ જોવા મળી શકે છે જેમાં કહેવામાં આવશે કે સરકારના અનુરોધ પર એપ્સના એક્સેસ પર પ્રતિબંધ છે.

જોકે, જ્યારે તે કોઈ પણ એક્શન માટે લાઇવ ફીડની જરૂરિયાતવાળા ટિકટૉક અને UC ન્યૂઝ જેવી એપ્સને પ્રભાવિત કરશે, યૂઝર્સ હજુ પણ તે એપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે જેને યૂઝ કરવા માટે એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી પડતી. પરંતુ આવનારા સમયમાં કેમસ્કેનર જેવી એપને ડાઉલોડ નંબરને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી હટાવવામાં આવી શકે છે.

ચીની મીડિયાના પેટમાં તેલ રેડાયું!

ભારતના આ પગલાથી ચીનનું સરકારી મીડિયા ઘણું નારાજ જોવા મળી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતના આ પગલાને અમેરિકા સાથે નિકટના સંબંધો વધારનારું ગણાવ્યું છે. અખબાર મુજબ અમેરિકાએ પણ રાષ્ટ્રવાદની આડમાં આ પ્રકારની ચીનના સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.ચીની મીડિયાએ પુનરાવર્તન કર્યું છે કે આ પ્રકારના પગલાઓથી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *