તાજી ખબરોલાઈફસ્ટાઈલ

રૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ

તનાવપૂર્ણ લાઇફસ્ટાઇલને લઇને આજકાલ કેટલાક લોકો એવા છે જેને રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી.એટલું જ નહીં કેટલાક લોકોને આખી રાત ઊંઘ જ આવતી નથી. જે લોકોને ઊંઘ ના આવવાની સમસ્યાને કારણે લોકોએ દવાઓનો સહારો લેવો પડે છે. પરંચુ વધારે દવાની આદત પડી જાય છે જે છૂટતી નથી. જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તમે અન્ય કોઇ ઉપાય કરવાની જગ્યાએ તમારા ઘરનું વાતાવરણ સુધારો. તમારા રૂમમાં એવા છોડ લગાવો. જે રૂમના વાતાવરણને સારુ રાખે અને સારી ઊંઘ આવી શકે. આવો જોઇએ કયા છોડ છે જેનાથી તમને તમારા રૂમમાં સારી ઉંઘ આવશે.

લેવેન્ડરનો છોડ
રૂમમાં લેવેન્ડરનો છોડ લગાવવાથી ફક્ત રૂમ જ સારો નથી લાગતો પરંતુ તે તનાવથી દૂર રાખે છે. તેને લગાવવાથી ઘબરામણ અને તનાવ બન્ને દૂર થઇ જાય છે. તે સિવાય આ છોડ હૃદયના ધબકારાને પણ ધીમા રાખે છે.

ચમેલીનો છોડ

કહેવામાં આવે છે કે ચમેલીની તેજ સુગંધ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. જ્યારે ઊંઘ સારી અને પૂરતી આવે તો તમારી કાર્ય ક્ષમતામાં વધારો થશે અને દરેક કામમાં મન લાગી શકે છે.

સ્નેક પ્લાન્ટ
સ્નેક પ્લાન્ટ નાઇટ્રોજન ઓક્સાઇડ અને પ્રદુષિત હવાને તેની અંદર ખેંચીને રૂમમાં તાજગી લાવે છે. તેનાથી રૂમમાં હવા શુદ્ધ રહે છે. એક ખાસ વાત છે આ છોડ રાતના સમયમાં જ્યાં દરેક છોડ નાઇટ્રોજન બહાર નીકાળે છે ત્યારે આ છોડ ઓક્સિજન આપે છે.

એલોવેરા
ઘરમાં લગાવવામાં આવેલ એલોવેરાનો છોડ ખૂબ સુંદર લાગે છે. આ છોડ રાતના સમયે ઓક્સિજન છોડે છે. જે આપણાને સારી ઊંઘ લાવાવમાં મદદ કે છે. સાથે તેનાથી ઘરમાં કઇક અલગ જ તાજગી બની રહે છે

User Rating: 2.35 ( 2 votes)
Tags
Show More

Related Articles

7 thoughts on “રૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *