તાજી ખબરોબીઝનેસહિન્દુસ્તાન

મામા-ભાણિયાના કૌભાંડમાં વધુ એક ભાંડો ફૂટયો, ICICI બેન્કના CEO ચંદા કોચરને સમન્સ

પંજાબ નેશનલ બેન્ક – નીરવ મોદી કૌભાંડમાં દરરોજ નવા પત્તાં ખુલી રહ્યાં છે. સુરક્ષા એજન્સીઓની તરફથી કાર્યવાહીનો સિલસિલો ચાલુ છે. આ બધાની વચ્ચે એક નવું એક્શન લેવાયું છે. Serious Fraud Investigation Office (SFIO)ની તરફથી ICICI બેન્કના સીઇઓ ચંદા કોચર અને એક્સિસ બેન્કના સીઇઓ શિખા શર્માને સમન્સ પાઠવ્યા છે.

આ સમન્સ પીએનબી ગોટાળાની રકમ 11700 કરોડ રૂપિયાથી અલગ કેસમાં મોકલાય છે. આરોપ છે કે અંદાજે 31 બેન્કોએ મેહુલ ચોકસીની ગીતાંજલિ ગ્રૂપની નજીક 5280 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેમાં ICICI બેન્કના અંદાજે 405 કરોડ રૂપિયા અને એક્સિસ બેન્કની પણ એક મોટી રકમ સામેલ છે. બંનેને આજે પૂછપરચ્છ માટે બોલાવ્યા છે.

SFIOની તરફથી કહેવામાં આવ્યું છે કે બંને બેન્કોની આ કેસમાં માહિતી લેવાશે, બંને બેન્કોના પ્રમુખની આ કેસમાં પૂછપરચ્છ કરાશે. SFIOએ આ બંને સિવાય પીએનબીના એમડી સુનિલ મહેતાને પણ સમન્સ પાઠવ્યા છે, તેમણે બુધવારના રોજ હાજર થવાનું કહ્યું છે.

SFIOને શંકા છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસીએ અંદાજે 400 શેલ કંપનીઓ તૈયાર કરી, જેના ડાયરેક્ટર પણ નકલી હતા. આ તમામ કંપનીઓનો ઉપયોગ તમામ પૈસાને ભારતથી બહાર પહોંચાડવા માટે કરાયો. જો કે આ તમામમાં હજુ SFIOની નજર મુખ્ય 110 શેલ કંપનીઓ પર છે. તમામ કંપનીઓની ડિટેલ્સ એકત્રિત થઇ રહી છે, તેના માટે Registrars of Companies (RoC)ની મદદ લેવાય રહી છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.

 

 

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *