લાઈફસ્ટાઈલ

બહાર નહીં પરંતુ ઘરની અંદર છોડ લગાવવાના છે આ 3 અમેઝિંગ ફાયદા

ઘરને સુંદર બનાવવા માટે દિવાલ પર શાનદાર કલર કરવામાં આવે છે, તેને મેચિંગ પડદા લગાવવામાં આવે છે. બારી પર ડેકોરેશન કરવામાં આવે છે અથવા તો દિવાલ પર જ મોટી પેઇન્ટિગ્સ અથવા ઘડિયાળ લગાવવામાં આવે છે. આ સાથે જ કેટલાય લોકો ઘરની અંદર નાના-નાના છોડ લગાવવાનું પસંદ કરતા હોય છે. જેથી ઘરની અંદર પણ બગીચા જેવું ગ્રીન લુક આપી શકાય, પરંતુ કેટલાક લોકો તેની દેખરેખ ન કરી શકવાના ચક્કરમાં ઘરની બહાર જ રાખે છે, જો તમે પણ આમ કરો છો તો નીચે આપેલા 3 પોઇન્ટ્સ વાંચો

હવાને સાફ કરો :

આજકાલ બધા લોકો બજારમાં મળતા એર પ્રોરિફાયરનો ઉપયોગ કરતા હોય છે. કારણ કે બહારનું દિવસેને દિવસે વધતું પ્રદૂષણ હવાને દૂષિત કરી રહ્યું છે. તમે આ પ્રોરિફાયરની જગ્યાએ ઘરની અંદર નાના-નાના પ્લાન્ટ રાખો. આ તમારા ઘરની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરીને ટેમ્પરેચર ઓછું રાખશે અને હવામાં ફેલાતાં નાના-નાના રજકણો પણ ખત્મ કરી દેશે. તેનાથી તમને બીમાર કરતા સિન્ડ્રોમ પણ ધીમે-ધીમે ખત્મ થઇ જશે, અને તમારું વારંવાર બીમાર થવાનું પણ બંધ થઇ જશે. તેનાથી તમે પહેલાથી વધારે એક્ટિવ અને શાર્પ જોવા મળશો.

ઘોંઘાટ ઓછો કરે છે

ઘરની બહારથી આવતા ઘોંઘાટને વૃક્ષ-છોડ ઓછો કરી દે છે. વૃક્ષ-છોડમાં એવા તત્વ હોય છે જે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાની ક્ષમતા રાખે છે. એટલા માટે પણ ઘરની અંદર છોડ લગાવવાથી રિલેક્સ્ડ ફીલ થાય છે.

સ્ટ્રેસ ઘટાડે છે

છોડને ઘરમાં લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સ્ટ્રેસ ઓછું થાય છે. કારણ કે આ ઘરની અંદર રહેલ હવાને સાફ કરીને બહારના ઘોંઘાટને પણ ઓછું કરે છે, જેનાથી મન શાંત રહે છે અને ટેન્શન થતું નથી. આ સાથે બ્લડ પ્રેશર લૉ રહે છે, હાર્ટ રેટ પણ બેલેન્સ રહે છે અને થકાવટ પણ અનુભવાતી નથી. એટલા માટે આપણી આસપાસ રૂમ, ઑફિસ ટેબલ, સ્ટડી રૂમ અથવા તો સીટિંગ એરિયામાં છોડ લગાવવો જોઇએ.

User Rating: 4.36 ( 6 votes)
Tags
Show More

Related Articles

2 thoughts on “બહાર નહીં પરંતુ ઘરની અંદર છોડ લગાવવાના છે આ 3 અમેઝિંગ ફાયદા”

Leave a Reply to rahul Cancel reply

Your email address will not be published. Required fields are marked *