Indiaતાજી ખબરોમનોરંજન

બૉક્સ ઑફિસ પરની સફળતાથી લઈને વિવાદોની ‘ક્વીન’ સુધી

હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળ્યાં. મુંબઈમાં આવ્યા પછી કંગનાની સ્ટ્રગલ શરૂ થઈ પરંતુ તેમને સાથ મળ્યો આદિત્ય પંચોલીનો. બંનેની દોસ્તીની ઘણી ચર્ચા થઈ અને કંગનાને આદિત્ય પંચોલીની ગલફ્રેન્ડ કહેવામાં આવ્યાં.

મંજિલ શોધતાંશોધતાં કંગનાની મુલાકાત ફિલ્મકાર મહેશ ભટ્ટ સાથે થઈ જેમણે 2006માં અનુરાગ બાસુના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’માં કંગનાને લીડ રોલ આપ્યો. આ પહેલી ફિલ્મના રોલે કંગનાને ચર્ચામાં લાવીને મૂકી દીધાં કારણ કે આ રોલ પરવીન બાબીના જીવનથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો હતો. કંગનાએ પોતાની પહેલી ફિલ્મમાં એટલો સારો અભિનય કર્યો કે ન માત્ર વાહવાહી મળી, તેમને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ ઍવૉર્ડ મળ્યો. ત્યાંથી કંગનાએ પાછું વળીને જોયું નથી.

વર્ષ 2007માં કંગનાની ‘વો લમ્હે’ અને ‘લાઇફ ઇન અ મેટ્રો’ જેવી ફિલ્મો આવી પરંતુ 2008ની ફિલ્મ ‘ફૅશન’એ કંગનાને અલગ મુકામે પહોંચાડી દીધાં. મધુર ભંડારકરની ફિલ્મ ફૅશન ઇન્ડસ્ટ્રીની કહાણી કહી રહી હતી જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં કંગનાને નાનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ તે નાનો રોલ એટલો મજબૂત બન્યો કે તેમને સપોર્ટિંગ રોલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો.

2008માં કંગના પોતાના સંબંધોને લઈને ચર્ચામાં ફરી આવ્યાં. રાઝ-3ના હીરો અધ્યયન સુમનની સાથે તેમના રિલેશનના સમાચારે હેડલાઈન બનાવવાની શરૂઆત કરી પરંતુ કેટલાક સમય પછી તેમનો સંબંધ તૂટી ગયો. ફિલ્મ રાઝ-3ની સફળતા પછી અધ્યયન સુમન સાથે બ્રેકઅપ થયું અને કંગના ઘણા વિવાદમાં રહ્યાં.

2014નું વર્ષ આવ્યું જેણે કંગનાને બૉક્સ ઑફિસની ક્વીન બનાવી દીધી. આ વર્ષે ફિલ્મ ‘ક્વીન’ રિલીઝ થઈ અને કંગનાએ બોલીવૂડમાં પોતાની સફળતાની નવી ઇમારત ચણી દીધી. વિકાસ બહલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મને પણ કંગનાને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો.

શરૂઆતથી જ જેમ જેમ કંગના સફળતાની સીઢીઓ ચડતી ગયાં તેમ તેમ વિવાદોની રાણી બનતા ગયાં. કંગનાએ તે લોકોને નિશાને ચડાવ્યા જેમણે કંગનાના કરિયરમાં યોગદાન આપ્યું.

ગેંગસ્ટર, લાઇફ ઇન અ મેટ્રોની સફળતા પછી કંગનાએ આદિત્ય પંચોલીની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે શરાબ પીને શારીરિક ઉત્પીડન કર્યું.

2010માં ફિલ્મ ‘કાઇટ્સ’ જ્યારે ફ્લૉપ થઈ તો કંગના અનુરાગ બાસુ સાથે લડ્યાં. અનુરાગ બાસુ તેમની પહેલી ફિલ્મ ગેંગસ્ટરના ડિરેક્ટર હતા. કંગનાએ તેમની પર આરોપ મૂક્યો કે કાઇટ્સમાં તેમને જેટલો મોટો રોલ દેખાડવામાં આવ્યો તેટલો મોટો રોલ હતો નહીં.

રિતિક રોશનની સાથે ઝઘડાના સમાચારની દુનિયા ચર્ચામાં થઈ. કંગનાએ રિતિક પર રિલેશનશિપના અનેક આરોપ લગાવ્યા હતા. રિતિક રોશન પર કંગનાએ ભારે આરોપ મૂક્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કંગના અને રિતિકની એ લડાઈમાં અધ્યયનન સુમન પણ રિતિકના સમર્થનમાં ઊતર્યા હતા અને કહ્યું હતું કે કંગના કેવી રીતે તેમને ટૉર્ચર કરતી હતી.

રિતિક પછી કંગના કરણ જોહરની પાછળ પડી ગયાં. કરણ જોહરને ‘મૂવી માફિયા’નો દરજ્જો આપી દીધો. કરણ જોહર પર નેપૉટિઝમના આરોપ લગાવ્યા અને દરરોજ કરણ જોહરને લડાઈના મેદાનમાં ખેંચ્યા.

ફિલ્મ તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય, જેમણે કંગનાના કરિયરને નવા મુકામે પહોંચાડી તેમની સાથે કંગનાના સંબંધ બગડ્યા

ફિલ્મ ‘સિમરન’ના રિલીઝ પહેલા કંગના ચર્ચામાં આવ્યાં. ફિલ્મના સાચા લેખક અપૂર્વ અસરાની હતા પરંતુ કંગનાએ પોતાનું નામ પોસ્ટર પર લખાવી દીધું.

2018માં જ્યારે મી ટુ મૂવમેન્ટની શરૂઆત થઈ ત્યારે કંગનાએ ઇન્ડસ્ટ્રી પર નિશાન તાક્યું. આરોપ પોતાની ફિલ્મ ‘ક્વીન’ના ડિરેક્ટર વિકાસ બહલ પર લગાવ્યો અને કહ્યું કે ‘વિકાસ વિચિત્ર રીતે અમારી સાથે ગળે મળતા હતા અને કહેતા હતા કે તારા વાળમાંથી સારી સુગંધ આવે છે.’

ફિલ્મ મણિકર્ણિકાના શૂટિંગ દરમિયાન એટલું બધુ થયું કે ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવનાર સોનૂ સૂદે ફિલ્મ છોડી દીધી. ત્યાં સુધી કે ડિરેક્ટર કૃષ્ણે પણ ફિલ્મ વચ્ચે છોડવી પડી. પછી આ ફિલ્મને કંગનાએ જાતે જ ડિરેક્ટ કરી.

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના રનૌતનું વલણ વધારે મજબૂત અને સખત થયું. તેમણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આડા હાથે લીધી. એકવખત ફરીથી કંગનાએ નેપૉટિઝમ અને મૂવી માફિયાના મુદ્દાને ઉછાળ્યો. કરણ જોહર હોય અથવા સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન, તમામ પર નિશાન તાક્યું. એટલું જ નહીં, તેમણે મહેશ ભટ્ટ સાથે પણ ઝઘડો કર્યો જેમણે કંગનાને પહેલી તક આપી અને ગેંગસ્ટર, વો લમ્હે અને રાઝ-3 જેવી સફળ ફિલ્મોનો ભાગ બનાવ્યાં.

સુશાંતની ડેથ મિસ્ટ્રીમાં જ્યારે ડ્રગ આવ્યું તો કંગનાએ કહ્યું કે બોલીવૂડમાં 99 ટકા લોકો નશો કરે છે. જોકે કંગના કથિત રીતે ખુદને ડ્રગ્સથી દૂર રાખી શક્યાં નથી. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ કંગના ન માત્ર કૂદ્યાં પરંતુ મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી જે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર છે. કંગનાએ મુંબઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સુધી કહી નાખ્યું જેના પર રાજકારણ શરૂ થયું. ભાજપ અને શિવસેના આમને સામને ગયા.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 5 ( 2 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *