અમદાવાદગુજરાતતાજી ખબરોલાઈફસ્ટાઈલ

તાંબાના વાસણનું પાણી પીવાના છે ગજબના ફાયદા

ઉનાળો હવે શરૂ થઈ ગયો છે. જો તમે આ સિઝનમાં રોજ તાંબાના લોટાનું પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળી શકે છે. તેના માટે રોજ રાતે એક સ્વચ્છ તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે સવારે ઊઠીને નરણાં કોઠે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી જવું એ ખૂબ પ્રચલિત પ્રયોગ છે.

તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અમૃત સમાન લાભકારી હોય છે.

આયુર્વેદમાં અને નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.

User Rating: 3.83 ( 3 votes)
Tags
Show More

Related Articles

3 thoughts on “તાંબાના વાસણનું પાણી પીવાના છે ગજબના ફાયદા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *