અમદાવાદગુજરાતતાજી ખબરો

અમદાવાદ / વિમાનમાં પેસેન્જરના ઠેકાણા નથી ત્યાં કોબ્રા ઘૂસી ગયો

કોબ્રા સાપ અમદાવાદ એરપોર્ટમાં પાર્ક થયેલી એક ફ્લાઈટમાં ઘુસી જતા દોડધામ મચી હતી. સાપ વિમાનના ટાયરમાં વિંટાયેલો હતો. ઘટનાની જાણ થતા એરપોર્ટના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને સાપને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ભારે જહેમત બાદ સાપને સુરક્ષિત ટાયરમાંથી બહાર કાઢી દેવાયો હતો. સારી વાત એ હતી કે આ સમયે પેસેન્જરોની અવર-જવર ઓછી હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી. 

એરપોર્ટના અધિકારીઓને રાતે 9:00 વાગ્યાના સમયગાળામાં આ કોબ્રા ટાયરમાં વિંટાયેલો જોવા મળ્યો હતો. જ્યાં બાદ તેઓએ અન્ય લોકોને ફોન કરીને વિમાન પાસે બોલાવ્યા હતા. સાપ ટાયર પરથી વિમાનના કોઇ અન્ય ભાગમાં જતો ન રહે તે માટે સ્ટાફે પુરતી વ્યવસ્થા કરી લીધી હતી. અંતે ભારે જહેમત બાદ સાપને ટાયરમાંથી બહાર કાઢી અને ડબ્બામાં બંધ કરી સુરક્ષિત જગ્યા પર છોડી દેવાયો હતો. નોંધનીય છેકે, એરપોર્ટની આસપાસ ઘણા ખેતરો આવેલા છે. જ્યાંથી આ સાપ એરપોર્ટની અંદર આવી ગયો હતો.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *