તાજી ખબરોમનોરંજન

સુશાંત મારા સ્વપ્નમાં આવ્યો અને કહ્યું હું તારા કૂખેથી જ પુનર્જન્મ લઈશ’: રાખી સાવંત

રાખીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે સુશાંત સિંહ રાજપૂત વિશે એવો દાવો કર્યો છે કે જે સાંભળીને દરેક લોકો ચોંકી જશે. રાખી આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે, ‘હું રાત્રે સૂઈ ગઇ હતી અને ત્યાં અચાનક જોરથી ઝટકો લાગ્યો. મેં પૂછ્યું કોણ છે? પછી અવાજ આવ્યો – હું સુશાંત. શું તમે માનો છો કે સુશાંત મારા સ્વપ્નમાં આવ્યો અને કહ્યું કે મારો પુનર્જન્મ થઈ રહ્યો છે. મારા ચાહકોને કહો, મારો ફરીથી જન્મ થઈ રહ્યો છે. ‘

આગળ રાખી કહે, ‘મેં કહ્યું- કેવી રીતે? તેથી તેને કહ્યું કે હું તમને ખૂબ જલ્દી કહીશ મેં કહ્યું ના તું મને અત્યારે કહે. તો સુશાંતે કહ્યું, ‘રાખી તું લગ્ન કરીશ અને હું તારા કૂખેથી જ જન્મ લઈશ’. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયો પર ફેન્સ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *