ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો જવાબ આપવામાં ભારતની S-400 સંરક્ષણ પ્રણાલી એક સફળ શસ્ત્ર સાબિત થઈ છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેટલાક સમાચાર અહેવાલોમાં તેને નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, ભારતીય સંરક્ષણ અધિકારીઓએ દાવાઓ અંગે સ્પષ્ટતા કરી છે અને તેને “પાયાવિહોણા” સમાચાર ગણાવ્યા છે.
“S-400 સિસ્ટમના વિનાશ અથવા કોઈપણ નુકસાનના સમાચાર અહેવાલો પાયાવિહોણા અને ખોટા સમાચાર છે”, તેમ સંરક્ષણ અધિકારીઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. સંરક્ષણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે S-400 સિસ્ટમ સંપૂર્ણપણે સલામત છે.
વિક્રમ મિશ્રીએ કહ્યું- પાકિસ્તાનના ખોટા દાવાઓ સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ હુમલા અને વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે. તેઓ કહી રહ્યા છે કે લશ્કરી સુવિધા નાશ પામી છે. તે બધું જૂઠું છે. પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સ પર મોટા હુમલા થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે, આ બધું ખોટું છે. પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિક ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.