Rajnath Singh news gujarati
પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ વિરૂદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન સફળ રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા. ત્યારે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.
ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે રક્ષા મંત્રી
પ્રાપ્ત માહિતીઅનુસાર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે (આજે) ભુજ એરબેઝની મુલાકાત લેશે. રાજનાથ સિંહનો આ પ્રવાસ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારનો રહેશે. આ ઉપરાંત રક્ષા મંત્રી ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે.
પાકિસ્તાની ડ્રોન કચ્છના વિવિધ વિસ્તારોમાં દેખાયા હતા
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાના આતંકી સ્થળો ઉપર સફળ એર સ્ટ્રાઈક કરી હતી, જેના પગલે રઘવાયા થયેલા પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ પાકિસ્તાનના એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા. આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઈ હતી. જેને લઇને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.