તાજી ખબરોમનોરંજનવિદેશ

ખાવા માટે ખરીદેલા બતકના ઈંડાંને ગરમી આપવામાં આવી તો બતકના બચ્ચાંઓ જન્મ્યા

ઉત્તર લંડનના હર્ટફોર્ડશિઅરમાં રહેતી 29 વર્ષીય મહિલા ચાર્લી લેલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાંઓમાંથી વગર માતાએ બતકના બચ્ચાંઓ જન્મ્યા છે. ચાર્લીએ ગરમી આપતાં ઈનક્યુબેશન મશીનની મદદથી ઈંડાંમાંથી બચ્ચાંઓને જીવતા બહાર લાવી ઈંડાં ખવાય કે ખવાય તેની ડિબેટ શરૂ કરી છે.

માનવામાં આવે છે કે, સામાન્ય ઘરોમાં ખોરાક તરીકે લેવાતા ઈંડાઓ ફર્ટિલાઈઝ હોતા નથી. તેને પેશ્ચુરાઈઝ કરી વિકસાવવામાં આવે છે, જેથી તેમાંથી બચ્ચાંનો જન્મ થવો તે સંભવ નથી. તેવામાં સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઈરલ થતાં જ હવે તે ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, તેઓ હવેથી ઈંડાંનું સેવન નહીં કરે તો કેટલાક લોકો પ્રાણીઓનું રેસ્ક્યુ કરતી સંસ્થા PETA પર સવાલો ઉભા કરી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન ઘરમાં ચાર્લી કોઈક નવો પ્રયોગ કરવા ઈચ્છતી હતી. તેના માટે તેણે બ્રિટિશ સુપરમાર્કેટથી ખાવાના બતકનાં ઈંડાં ખરીદી લાવી હતી. પરંતુ તેના મનમાં ઈંડાંઓ પર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. તેને વિચાર તેને ફેસબુકનો એક વીડિયો જોઈને આવ્યો હતો. તેમાં એક મહિલાએ તીતરના ઈંડાં પર પ્રયોગ કર્યો હતો.

ચાર્લીએ દરરોજ ઈંડાંઓને ઈન્ક્યુબેટરમાં રાખ્યા હતા. 6 દિવસ બાદ તેને 1 ઈંડાંમાં નસો અને ભ્રૃણ જોવા મળ્યું અને ત્યારબાદ તેને અહેસાસ થયો કે તેને પ્રયોગ સાચો છે. તેણે ઈનક્યુબેટરમાં 1 મહિના સુધી ઈંડાઓ રાખ્યા હતા. 

ચાર્લીએ કહ્યું હતું, ‘કેટલાંક સમય બાદ તેમાંથી હળવો અવાજ સંભળાવવા લાગ્યો હતો, નજીક જઈને જોયું તો તેમાં એક પીલું (બતકનું બચ્ચું) અવાજ કરી રહ્યું હતું અને શેલ તોડીને બહાર આવતું હતું. આ એક અવિસ્મરણીય અનુભવ હતો. આમ કરવાનું કારણ હતું, કારણ કે હું ઘણી જ કંટાળી ગઈ હતી. અચનાક મળેલી રજાઓમાં આ અનુભવ સારો સાબિત થયો. સામાન્ય દિવસોમાં આવું કરવું મુશ્કેલ હોત અને તેની દેખરેખ કરવી અશક્ય બની જાત.

વિશ્વભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે કે શું ઘરમાં ઈંડાઓમાંથી પીલું બહાર આવી શકે છે અને જે લોકો ઈંડા ખાય છે, તેમાં પણ આવું થઈ શકે છે? ઈંડા વેચનારી બ્રિટનની સુપરમાર્કેટે આ ઘટનાને અજાયબી કહી હતી.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *