ક્રિકેટ

3 મહિનામાં ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીમાં 40 ગણાનો વધારો નોંધાયો

કોરોના વાઈરસના કારણે સ્પોર્ટ્સ ઈવેન્ટ માર્ચથી રદ છે. જોકે ધીમે-ધીમે ઈવેન્ટ્સ ફરી શરૂ થવા લાગી છે. આ દરમિયાન લોકોનો રસ ઈ-સ્પોર્ટ્સમાં વધ્યું છે. રમત પર સટ્ટો રમતા લોકો હવે ઈ-સ્પોર્ટ્સ પર ધ્યાન આપવા લાગ્યા છે. સ્પોર્ટ્સ બુક પિનકલના ટ્રેડિંગ ડિરેક્ટર માર્કો બ્લૂમે કહ્યું કે,‘અમેરિકામાં ઈ-સ્પોર્ટ્સ પર સટ્ટાબાજીનો પ્રારંભ 2010માં થયો હતો. તે સમયે અઠવાડિયામાં 100 ડૉલર (7600 રૂપિયા)નો સટ્ટો લાગતો.’કોરોનાને કારણે અંદાજે 38 લાખ કરોડ રૂપિયાની ગ્લોબલ ગેમ્બલ ઈન્ડસ્ટ્રી ઈ-સ્પોર્ટ્સ પર નિર્ભર થઈ. માર્ચથી બુકમેકર્સની ઈ-સ્પોર્ટ્સ પર બેટિંગમાં 40 ગણાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં ઈ-સ્પોર્ટ્સની ગેમ્બલ રેવન્યૂ વર્ષના અંતસુધીમાં બમણી થઈ અંદાજે 1 લાખ કરોડની થઈ શકે છે.

અમેરિકન કોર્ટે 2018માં સટ્ટાબાજીને માન્યતા આપવાની જાહેરાત કરી હતી. નેવાદામાં 1949થી સટ્ટાબાજી થઈ રહી હતી. 2016માં પ્રથમ ઈ-સ્પોર્ટ્સ બેટિંગનો પ્રારંભ થયો હતો. 2017માં વધુ 2 ટૂર્નામેન્ટ પર સટ્ટાબાજીનો પ્રારંભ થયો હતો. આ વર્ષે નેવાદામાં 13 ઈ-સ્પોર્ટ્સ લીગ પર સટ્ટો લગાવવાની મંજૂરી મળી. નેવાદા ગેમિંગ કંટ્રોલ બોર્ડના ચીફ ઈન્ફોર્સમેન્ટ ડિવિઝન જેમ્સ ટેલરે કહ્યું,‘લોકો સટ્ટો લગાવવા માગે છે. અમે આપેલું લાયસન્સ કસ્ટમર્સને આ તક આપે છે. ઈ-સ્પોર્ટ્સની વિશેષતા એ છે કે ખેલાડી ઘરે બેસીને ગમે ત્યાં રમી શકે છે.’

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *