
News Gujarati
ભારત દ્વારા સંભવિત લશ્કરી આક્રમણની શંકાને લીધે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ગભરાટનો માહોલ છવાયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયંત્રણ રેખા (LoC) નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારે મદરેસાઓને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો
ગુપ્ત માહિતીના આધારે સરકારે મદરેસાઓને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો કાયદા મંત્રી મિયાં અબ્દુલ વાહિદે બફાટ કરતા કહ્યું હતુ કે , “આપણે એક ચાલાક, નિર્દય અને કાવતરાખોર દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ, જેના નાપાક કાર્યોને નકારી શકાય નહીં.”
હવાઈ સેવાઓ પર પણ પ્રતિબંધો
મે મહિના દરમિયાન કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્રમાં દરરોજ 8 કલાક (સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી) ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ રહી છે.