Indiaલાઈફસ્ટાઈલવિદેશ

કોરોના હજી બદથી બદતર થઈ શકે છે: WHO

સોમવારે જિનિવામાં પત્રકારપરિષદ દરમિયાન WHOના પ્રમુખ ડૉ.ટેડ્રોસે કહ્યું કે વિશ્વભરમાં નેતા જે રીતે મહામારીને પહોંચી વળવાની કોશિશ કરી રહ્યા છે એનાથી લોકોનો ભરોસો ઘટયો છે. ડૉ. ટેડ્રોસે કહ્યું, “કોરોના વાઇરસ હજી પણ લોકોનો નંબર વન દુશ્મન છે પરંતુ દુનિયાભરની અનેક સરકારો આને લઈને જે પગલાં ઉઠાવી રહી છે એનાથી એ આભાસ થાય છે કે કોરોનાને તેઓ ગંભીર ખતરાના રૂપમાં નથી લઈ રહ્યાં.”

ડૉ. ટેડ્રોસે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને માસ્ક પહેરવો આ મહામારીથી બચવાના કારગર રસ્તા છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે નજીકના ભવિષ્યમાં એવું લાગી નથી રહ્યું કે પહેલાની જેમ બધું સામાન્ય થઈ જશે. ડૉ. ટેડ્રોસે કહ્યું, “જો મૂળભૂત બાબતો નું પાલન કરવામાં ન આવ્યું તો એક જ રસ્તો છે કે કોરોના અટકશે નહીં અને તે વધતો જશે તે બદથી બદતર થઇ જશે.”

WHOના આપાત કાળના નિર્દેશક માઇક રાયને કહ્યું, “આપણે વાઇરસ સાથે કેવી રીતે જીવવાનું છે તે શીખવું પડશે. એમ આશા રાખવી કે વાઇરસને ખતમ કરી શકાય છે અથવા કેટલાક મહિનાઓમાં અસરકારક રસી તૈયાર થઈ જશે તે સાચું નથી.” તેમણે કહ્યું, “હજુ સુધી ખબર નથી કે કોરોના વાઇરસથી સ્વસ્થ થનારામાં ઇમ્યુનિટી બની રહી છે કે નહીં અને જો તે બની પણ રહી છે તો એ ખબર નથી કે તે કેટલો સમય અસર બતાવશે.”

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

TMconsultant.in
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *