તાજી ખબરોવિદેશ

ભારત અને ચીનના સૈનિકો બપોરે 4થી રાતના 12 વાગ્યા સુધી એક-બીજાનો પીછો કરી હુમલો કરતા રહ્યાં

15 હજાર ફુટની ઉંચાઈ પર સ્થિત ગાલવન ઘાટીમાં સાંજે 4 વાગ્યાથી અડધી રાત સુધી લગભગ 8 કલાક હિંસા ચાલી હતી. લોખંડના સળીયાઓથી સજ્જ ચીનના સૈનિકોએ ષડયંત્ર રચીને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો.

ભારતીય સૈનિકો આ પ્રકારના હુમલા માટે તૈયાર ન હતા. ભારત અને ચીનના કોર કમાન્ડરોમાં 6 જૂને સહમતિ થઈ હતી કે સેનાઓ હાલ જ્યાં છે ત્યાંથી 2-3 કિલોમીટર પાછળ હટશે. આ અંતર્ગત ચીનના સૈનિકોએ એલએસીની પોસ્ટ-1 પર જવાનું હતું. આ પ્રક્રિયા સાત દિવસથી ચાલી રહી હતી.

પ્રોસેસની પુષ્ટિ માટે બંને સેનાઓએ પોત-પોતાની ટીમ રાખી હતી. સોમવારે બપોરથી ભારતીય સેનાના કમાન્ડિંગ અધિકારીની સાથે 10 સૈનિકો પેટ્રોલ પોઈન્ટ-14ની પાસે ચીનના સૈનિકોના પરત ફરવા અંગે દેખરેખ રાખી રહ્યાં હતા. લગભગ 20 જેટલા ચીનના સૈનિકોએ તેમની જગ્યાએથી હટવાનું હતું પરંતુ તેઓ ન હટવાના કારણે અથડામણ શરૂ થઈ. ચીનના સૈનિકોએ અચાનક જ ભારતીય કમાન્ડિંગ અધિકારી પર હુમલો કર્યો હતો. તેમને પાડીને લોખંડના સળિયાથી હુમલો કર્યો.

ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી. થોડી મિનિટો બાદ ચીનની બીજી ટુકડી ત્યાં પહોંચી ગઈ. પછી ભારતીય સેનાની બીજી ટુકડી પણ પહોંચી. પછી એક-એક કરીને ટુકડીઓ આવવા લાગી. ચીનના લગભગ 800 સૈનિકો ભેગા થઈ ગયા હતા. ભારતના સૌનિકો ઓછા હતા. સાંજે છ વાગ્યા સુધીમાં તો બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા. સૌનિકો પથ્થર, લાકડીઓ અને લોખંડના સળિયાથી એક-બીજા પર હુમલો કરી રહ્યાં હતા. પછીથી અચાનક ભાગાભાગી થઈ. રાતે અધારું હોવાના કારણે ઘણા સૈનિકો ગાલવન નદીમાં પડી ગયા.

પહાડ તૂટવાને કારણે ચીનના 40થી 50 જવાનો ખીણમાં પડ્યા હતા. ભારતીય સેનાના પણ કેટલાક જવાનો ગુમ છે. હાલ એ વાતનો ખ્યાલ નથી કે તેઓ નદીમાં પડી ગયા કે ચીનના કબ્જામાં છે.

સૈનિકો વચ્ચે થયેલી અથડામણ રાત સુધી ચાલુ રહી હતી. બંને સેનાના જવાનો એક-બીજાનો પીછો કરીને હુમલો કરતા રહ્યાં. રાતે 12 વાગ્યા બાદ મામલો શાંત થયો હતો. બીજી તરફ બંને સેનાઓએ જવાનોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન નવી દિલ્હી અને બીજિંગની વચ્ચે હોટલાઈન પર પણ વાતચીત થતી રહી હતી.

મંગળવારે સવારે ફરીથી બંને સેનાઓના ટોચના અધિકારીઓએ શાંતિ જાળવી રાખવા માટે બેઠક શરૂ કરી. સાંજે 5 વાગે એલએસી પર ચીનની સેનાના હેલિકોપ્ટર તેમના જવાનોના શબ લેવા માટે પહોંચ્યા હતા.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *