તાજી ખબરોમનોરંજનલાઈફસ્ટાઈલશીક્ષણ

શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?

રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે તેનું સંશોધન કરવા છતાં પણ મળતા નથી. ત્યારબાદ આપણે તે વિચારવાનું જ બંધ કરી દઇએ છીએ. તો આજે અમે એક એવીજ કોઇક વાતનો જવાબ લઇને આવ્યા છીએ. જે તમને કદાચ ખબર હશે નહીં.

તમે તમારા ફોન અથવા લેપટોપના ઇયરફોન્સ અથવા હેડફોન્સ પર L અને Rનું નિશાન તો જોયું હશે. તે અનુસાર તમે તમારા કાનમાં લગાવતા પણ હશો. પરંતુ શું તમે એ નોટીસ કર્યું છે કે ઇયરફોનની Left sideને right sideના કાનમાં અને right sideને left side લગાવવા પર પણ કોઇ ફરક પડે છે? અવાજ પણ બંનેમાં સરખો આવે છે, તો આ નિશાન લગાવવાનો ફાયદો જ શું છે?

હકીકતમાં એ કારણ વગર લખેલું હોતુ નથી. આ પાછળ વ્યાજબી કારણ છે. Sound Engineeringથી લઇને રેકોર્ડિંગથી જોડાયેલી વાત એના કારણોમાંથી એક છે. સૌથી પહેલું કારણ છે ‘Recording’.

જો સ્ટીરિયો રેકોર્ડિગના સમયે કોઇ અવાજ બહારની તરફથી આવી રહ્યો છે, તો તમારા હેડફોનની ડાબી બાજુ વધારે સંભળાશે અને જમણી બાજુ થોડો ધીમો અવાજ આવશે.

ઇયરફોનમાં L અને R લખેલાનું બીજુ એ કારણ છે કે તેનાથી બે અવાજને અલગ કરીને સાંભળવાનું સરળ થઇ જાય છે. તેમની વચ્ચેનું અંતર ઓળખી શકવું સરળ બને છે. કેટલાક એવા ગીતો છે, જેમાં Loud Musical Instruments અને Soft Musical instrumentનો અવાજ એક સાથે આવે છે. એવામાં એક Instrumentનો અવાજ બીજાના અવાજ આગળ દબાઇ જાય નહીં એટલા માટે બંનેના અવાજને એક સાથે અલગ અલગ ચેનલમાં સંભળાવવામાં આવે છે.

આ ઉપરાંત ફિલ્મોની ચોક્ક્સ સાઉન્ડ રેકોર્ડિંગ માટે ડાબી અને જમણી બાજુ હોવી જરૂરી છે. તમે કોઇ ફિલ્મ તમારા લેપટોપ અથવા ફોન પર ઇયરફોન દ્વારા જોઇ છે? તો કદાચ તમે નોટીસ કર્યું હોય તો સ્ક્રીનની ડાબી બાજુથી આવનારો કોઇ ગાડીનો અવાજ પહેલા ડાબી બાજુની તરફથી જ આવે છે અને ધીરે ધઈરે જમણી બાજુ પહોંચે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે જોનારાઓને ત્યાં હોય એવો અનુભવ થાય.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.

 

 

 

User Rating: 4.94 ( 5 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *