રમત ગમતલાઈફસ્ટાઈલશીક્ષણ

જેવા સાથે તેવા

એક ગામમાં ચંપક નામનો માણસ રહેતો હતો. તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો. તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તે પોતાના ખેતરમાં જ જુદા જુદા શાકભાજી વાવતો, અને પછી બજારમાં જઈને વેચતો.

એક વખત આ ચંપક પોતાના શાકભાજી લઈને ગામની શેરીએ શેરીએ ફરીને વેચતો હતો. શાકવાળો આવેલો જોઈને એક બેન શાકભાજી લેવા માટે આવી. તેણે ચંપક પાસેથી ૫ કિલો બટાકા લીધા. ચંપક ૫ કિલો બટાકા જોખવા લાગ્યો. પણ તેણે જાણી જોઈને બટાકા ઓછા જોખ્યા. આ જોઈને પેલી બાઈ બોલી ‘ભાઈ આ બટાકા તો ઓછા છે, પુરા ૫ કિલો નથી.’ ત્યારે ચંપક બોલ્યો બેન મે જાણી જોઈને ઓછા આપ્યા છે, કેમ કે તમારે વધારે વજન ઉપાડવું ના પડે.’

આ સંભાળીને બેન સમજી ગયા કે ચંપક લૂચ્ચો છે, તે બધાને આવી રીતે છેતરે છે. એટલે તેમણે ચંપકને પાઠ ભણવાનું નક્કી કર્યું. તેમણે ૫ કિલો બટાકાના પૈસાની જગ્યાએ ચાર કિલો બટાકાના પૈસા જ આપ્યા. ચંપકે પૈસા ગણ્યા તો ઓછા હતા. એટલે તેણે બેનને કહ્યું, ‘બેન આમાં તો પૈસા ઓછા છે.’ ત્યારે ચંપકને તેની જ ભાષામાં જવાબ આપ્યો. ‘ચંપક, એતો મે જાણી જોઈને ઓછા આપ્યા છે, તારે વધારે પૈસા ગણવા ના પડે એટલા માટે.’ આ સાંભળી ચંપક આખી વાત સમજી ગયો. અને લાચાર પાડ્યો.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *