
newsgujarati.com
સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપનીએ મંગળવારે IQAirના ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 20 પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે.
જેમાં દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે. તેમજ ભારત 2024માં વિશ્વનો પાંચમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. વર્ષ 2023માં ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું.
આ રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2024માં PM (Particulate matter) 2.5 માં 7%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે 2023માં સરેરાશ 50.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. 2.5 માઇક્રોનથી નાના હવાના પ્રદૂષણના કણો, ફેફસાં અને લોહીમાં પ્રવેશી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદય રોગ અને કેન્સર પણ થાય છે. આ વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા અથવા પાકના કચરાને બાળવાથી પણ થઈ શકે છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.