Indiaતાજી ખબરો

દુશ્મનનો કાળ બનશે રાફેલ વિમાન, હેમર મિસાઈલ સહિત આ છે ખાસ ફીચર્સ

ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર આવશે. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનાને એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. ભારતને જે પાંચ રાફેલ લડાકુ વિમાન મળશે તેમાંથી ત્રણ સિંગલ સીટર છે અને બે ડબલ સીટર છે. તેમને વાયુસેનાની ગોલ્ડન એરો 17 સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે.

અણુ બોમ્બ લઈ જવાની શક્તિ ધરાવતું આ વિમાન દુનિયામાં એક માત્ર એવું ફાઈટર એરક્રાફ્ટ છે, જે 55 હજાર ફુટની ઊંચાઈથી પણ દુશ્મનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે.  ભારતને મળનારા રાફેલમાં ત્રણ જાતની મિસાઈલ લાગી શકે છે. હવાથી હવામાં માર કરનારી મીટિયોર, હવાથી જમીન પર વાર કરી શકે તેવી સ્કૈલ્પ અને હેમર મિસાઈલ. આ મિસાઈલો વડે સજ્જ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે.

ભારતે પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં હેમર મિસાઈલ લગાવડાવી છે. તે એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે કરવામાં આવે છે. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર વાર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. હેમરનો ઉપયોગ મુખ્યત્વે બંકર કે કેટલાક ગુપ્ત સ્થાનો તબાહ કરવા થાય છે. ઈસ્ટર્ન લદ્દાખની પહાડીઓમાં આ મિસાઈલ ખૂબ ઉપયોગી સાબિત થશે.

ચીન સાથે ચાલી રહેલા તણાવના કારણે રાફેલને અંબાલા એરબેઝ પર ઉતારવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંબાલા એરબેઝ ઉત્તર ભારતમાં વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ એરબેઝમાંથી એક છે. આ કારણે જ જરૂર પડે તો તરત તેનો ઉપયોગ થઈ શકે છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 4.55 ( 2 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *