તાજી ખબરોવિદેશ

કરાચીમાં નવા ડૉન ઉજૈર બલૂચનો સૂર્યોદય, દાઉદ ઇબ્રાહિમ છે બૅકસીટ પર

પાકિસ્તાનમાં હવે દાઉદ ઇબ્રાહિમ કરતાં ઉજૈર બલૂચના નામથી લોકો થથરે છે.

અમેરિકા સહિત દુનિયાભરના પોલીસ તંત્રે જેને આંતરરાષ્ટ્રીય ગુનેગાર તરીકે ઓળખાવ્યો છે એ દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાનના કરાચી શહેરમાં બૅકસીટ પર આવી ગયો હોવાની વાતો પાકિસ્તાનમાં વહેતી થઇ હતી. પાકિસ્તાનમાં એેક નવા ડૉનનો સૂર્યોદય થયો હોવાનું જાણવા મળ્યું હતું.

41 વર્ષનો ઉજૈર બલૂચ હાલ કરાચી સેન્ટ્રલ જેલમાં બેઠો બેઠો બેતાજ બાદશાહ જેવો બની રહ્યો છે અને એને ભુટ્ટો પરિવાર તથા પીપીપી સાથે અત્યંત નિકટનો સંબંધ હોવાની વાતો ઊડે છે. પાકિસ્તાનના મોટા ભાગના રાજકીય  પક્ષો દ્રઢપણે માને છે કે બિલાવલ ભુટ્ટોનો પક્ષ ઉજૈર બલૂચને છાવરી રહ્યો છે.

ઉજૈર બલૂચ હાલ કરાચી સેન્ટ્રલ જેલમા રહી ને પોતાનો અંધારી આલમનો તગડો બિઝનેસ ચલાવી રહ્યો છે. એના પર એક બે નહીં, દોઢસો હત્યાનો આરોપ છે અને એ ખૂન, ઘાડ, ખંડણી, અપહરણ તથા ડ્રગના બિઝનેસ પર લોખંડી પકડ ધરાવે છે. કમ સે કમ પાકિસ્તાનમાં હવે દાઉદ ઇબ્રાહિમ કરતાં ઉજૈર બલૂચના નામથી લોકો થથરે છે.

જાણકાર વર્તુળો કહે છે કે દાઉદ ઉજૈર બલૂચથી બને એટલેા દૂર રહે છે. બંને એકબીજાના ધંધામાં ચંચુપાત કરતા નથી. જો કે દાઉદે પાકિસ્તાનમાં માત્ર સિન્ડીકેટ ક્રાઇમ અને હવાલા ઓપરેશન્સ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એ બને ત્યાં સુધી ઉજૈર બલૂચના કામમાં દખલ કરતો નથી. દાઉદની ગેંગ ડી ગેંગ તરીકે ઓળખાય છે જ્યારે ઉજૈરની ગેંગ લ્યારી ગેંગ તરીકે ઓળખાય છે અને માત્ર હથિયારો તથાઅને ડ્રગના ધંધામાં વધુ ધ્યાન આપે છે. જો કે ઉજૈર બલૂચ જેલમાં બેઠાં બેઠાં પણ ખંડણી અને અપહરણ જેવાં કામો પોતાની ગેંગ દ્વારા કરાવતો રહે છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *