લાઈફસ્ટાઈલવિદેશ

આગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા

બ્રિટનના સેલ્સબરીમાં ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલને ઝેર આપવાની ઘટના બાદ રશિયા અને પશ્ચિમના અન્ય દેશો વચ્ચે શરૂ થયેલું શીતયુદ્ધ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ન્યૂયોર્કમાં યુએન સિક્યોરિટી કાઉન્સિલની પરિષદની એક બેઠકમાં રશિયાએ બ્રિટન સામે ‘ઉપજાવી કાઢેલી વાર્તા’ બનાવવાનો આરોપલગાવ્યો છે. રશિયાએ બ્રિટનને ચેતવણી આપી છે કે આ મામલે તેઓએ માફી માંગવી પડશે. ક્રેમલિને કહ્યું કે, ‘એક્સ જાસૂસને ઝેર આપવાના મુદ્દે બ્રિટન આગ સાથે રમી રહ્યું છે.’

ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપવા મુદ્દે બોલાવી બેઠક

સ્ક્રિપલને ઝેર આપ્યા બાદ બંને દેશો વચ્ચે શરૂ થયેલા તણાવ મુદ્દે વાતચીત માટે આ બેઠક રશિયાએ બોલાવી હતી. રશિયાનું કહેવું છે કે, બ્રિટનને કેટલાંક ગેરકાયદેસર સવાલોના જવાબ આપવાના છે. આ બેઠકમાં રશિયાના એમ્બેસેડર વેસિલી નેબન્જાએ કહ્યું કે, બ્રિટનનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા પર ‘પાયાવિહોણા આરોપ લગાવીને તેને બદનામ કરવાનો છે.નેબન્જાએ કહ્યું કે, બ્રિટન સાબિતીઓ વગર જ ખતરનાક આરોપો લગાવી રહ્યું છે અને રશિયા વિરૂદ્ધ ‘પ્રોપગેન્ડા વૉર’ ચલાવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, હુમલા માટે જે નોવિચોક નર્વ એજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો તે માત્ર રશિયા પાસે નથી. આ નામ માત્ર રશિયન છે પરંતુ તેને અનેક દેશે બનાવ્યું છે. આ કોઇ નાટકની જેમ લાગી રહ્યું છે, શું તમારી પાસે કહેવા માટે વધુ સારી ખોટી વાર્તા નથી?

તપાસમાં ભાગ લેવા ઇચ્છે છે રશિયા

વેસિલી નેબન્જાએ કહ્યું કે, રશિયા કોઇ વ્યક્તિને સાર્વજનિક સ્થળે મારવાની કોશિશ શા માટે કરે? તેઓએ કહ્યું કે, કોઇને મારવા માટે નર્વ એજન્ટનાબદલે સેંકડો રીત છે, જે બ્રિટિશ ટેલિવિઝન સીરિઝ ‘મિડસમર મર્ડર’માં દર્શાવવામાં આવે છે. બ્રિટનનું કહેવું છે કે, ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ અને તેની દીકરી યૂલિયાને ઝેર આપવા માટે રશિયા જવાબદાર છે. જ્યારે રશિયા તેના પર લગાવવામાં આવેલા આરોપોનો ઇન્કાર કરી રહ્યું છે.રશિયાએ બુધવારે તેની તપાસમાં ભાગ લેવાની અપીલ કરી હતી જેને ઓર્ગેનાઇઝેશન ઓફ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સે ફગાવી દીધી છે. લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બ્રિટનનું આ વલણ રશિયન એમ્બેસેડર એલેક્ઝાન્ડર યાકોનેન્કોએ પારદર્શિતા વિરૂદ્દ ગણાવ્યું છે.

User Rating: 3.03 ( 4 votes)
Tags
Show More

Related Articles

5 thoughts on “આગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *