તાજી ખબરોવિદેશ

હાથમાંથી બેગ પડી જતા, મહિલાએ ચાલુ ટ્રેનમાંથી મારી દીધો ભૂસકો

શું કોઈ માણસ થોડા પૈસાના સામાન માટે પોતાનો જીવ જોખમમાં નાખી શકે, શું થોડા સામાન કરતા પણ જીવની કિંમત ઓછી છે. આવી જ એક ઘટના મુંબઈમાં બની છે, અહીં એક મહિલા ખભે ભરાવેલી બેગ નીચે પડી જતા, ચાલુ ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર કૂદકો મારી દે છે.

મુંબઈના કુર્લા રેલ્વે સ્ટેશન પર એક એવી ઘટના બની, જેને જોઈ પ્લેટફોર્મ પર બેઠેલા તમામ લોકોના જીવ ઉંચા થઈ ગયા. ટ્રેનમાં ચઢતા સમયે એક મહિલાની બેગ તેના હાથમાંથી નીચે પડી જાય છે. મુંબઈની ટ્રેન પણ સ્પીડ પકડી લે છે. પરંતુ આ મહિલા બેગ માટે પોતાના જીવની પરવાહ કર્યા વગર ચાલુ ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર કુદી પડે છે. મહિલા ટ્રેનની નીચે આવવાની તૈયારીમાં જ હતી, પરંતુ પ્લેટફોર્મ પર રહેલ એક જાબાંજ રેલ્વે પોલીસ જવાને તેને પકડી લીધી અને પોતાની તરફ ખેંચી લઈ મહિલાનો જીવ બચાવી લીધો. પ્લેટફોર્મ પર થયેલ આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના મુંબઈના કુર્લા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર સર્જાઈ હતી. મંગળવાર સવારે 10 કલાકે અને 13 મિનિટે કુમારી શિવાની ઝા નામની મહિલા જે થાણેના વાગલે એસ્ટેટમાં રહે છે. તે કુર્લા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પરથી પનવેલ લોકલ પકડી નોકરી જવાની તૈયારી કરી રહી હતી. આ ટ્રેનમાં ચઢતા સમયે મહિલાના હાથમાંથી બેગ છૂટીને પ્લેટફોર્મ પર પડી ગઈ. બેગને પાછી મેળવવા માટે મહિલા ચાલુ ટ્રેને પ્લેટફોર્મ પરથી છલાંગ લગાવી દે છે. મહિલા ટ્રેન નીચે આવવાની તૈયારીમાં જ હતી, તેવામાં એક વિકાશ પાટિલ નામના પોલીસ જવને તેને પકડી પોતાની તરફ ખેંચી લીધી અને મરતા-મરતા તે બચી ગઈ.

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *