Indiaતાજી ખબરોમનોરંજન

ટ્રેઝર હન્ટર્સને છે વિજય નગર સામ્રાજ્યના 2500 ટન સોનાના ખજાનાની શોધ

એક લાખ કરોડની સંપત્તિવાળું પદ્મનાભસ્વામી મંદિર જ પોતાના ખજાના માટે ચર્ચામાં નથી, કેરળથી કર્નાટક સુધી એવા અનેક મંદિર છે, જે પોતાના ખજાના માટે હંમેશાં ચર્ચામાં રહે છે. સૌથી વધારે શોધ વિજયનગર સામ્રાજ્યમા કરવામાં આવે છે, જે કર્ણાટકના હમ્પીથી લઇને તેલંગાણાના હૈદરાબાદ સુધીના જંગલોમાં શોધવામાં આવે છે. અનેક વાયકાઓ પ્રમાણે વિદેશી આક્રમણકારીઓથી બચવા માટે રાજા કૃષ્ણદેવરાયે પોતાનો ખજાનો અહીં છુપાવી દીધો હતો, જેમાં લગભગ 2500 ટન(25 લાખ કિલો) સોનું છે.

  • તેલંગાણાના ભુવનગિરીનો ખજાનોઃ-ભુવનગિરી તેલંગાણાનો જિલ્લો છે. જ્યાં ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વનું યદાદ્રી મંદિર પણ છે. આ મંદિર પહાડીઓ ઉપર છે. તેની તળેટીના થોડાં ભાગમાં ભુવનગિરીનો ખજાનો હોવાના દાવા મળી આવે છે. થોડાં મહિના પહેલાં જ અહીંના ખેતરોમાં ખજાનાની શોધ કરતાં થોડાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી એક પ્રાચીન હનુમાન પ્રતિમા અને થોડાં અન્ય પુરાતાત્વિક મહત્ત્વની વસ્તુઓ મળી હતી. અહીં પણ હજારો કરોડ રૂપિયાની કિંમતનો ખજાનો છુપાયેલો હોય તેવી વાયકાઓ છે.
  • આંધ્ર પ્રદેશના ગોલકુંડમાં કૃષ્ણા નદીના કિનારે હીરાની ખાણ હોવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, ભારતનો પ્રખ્યાત કોહિનૂર હીરો આ જ ખાણમાંથી મળી આવ્યો હતો. દુનિયાના 10 સૌથી પ્રખ્યાત હીરામાંથી 7 હીરા અહીંના હોવાનું મનાય છે. લોકો અહીં પણ હીરાની શોધમાં આવે છે. પકડાઇ પણ જાય છે. પરંતુ, આ ખાણ પણ એક રહસ્ય છે. એવું માનવામાં આવે ઠે કે, સુલ્તાન મોહમ્મદ કુતુબ શાહે અહીં થોડી સુરંગ બનાવી હતી, જેમાં તેણે પોતાનો ખજાનો સંતાડ્યો હતો. બ્રિટિશ સરકારે પણ 1936માં તેની શોધ કરાવી હતી.
  • કુન્નૂરમાં ટીપૂ સુલ્તાનના ખજાનાની શોધઃ-કેરળના કુન્નૂર જિલ્લાના જંગલો વિશે એવું કહેવાય છે કે, અહીં મુઘલ સમ્રાટ ટીપૂ સુલ્તાનનો ખજાનો છુપાયેલો છે. પોતાના છેલ્લાં દિવસોમાં ખજાનાને સુરક્ષિત રાખવા માટે જંગલોમાં સંતાડવામાં આવ્યો હતો. છેલ્લાં દસ વર્ષથી અહીં અહીંના થોડાં વિસ્તારોમાં રહેતાં લોકો ટ્રેઝર હન્ટર્સથી પરેશાન છે. છેલ્લાં દસ વર્ષમાં અહીં શહેરની બહાર આસપાસના જંગલોમાં અનેક ગેંગ સક્રિય છે જે આરવાંચલ-પયન્નૂર હાઈવે પર જંગલોમાં આ ખજાનાની શોધ કરી રહ્યા છે.
  • હૈદરાબાદ પાસે શ્રીશૈલમ પહાડીઓ ઉપર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. એવું માનવામાં આવે છે કે, અહીં વિજયનગર સામ્રાજ્યનો ખજાનો છે. જેમાં લગભગ 25 લાખ કિલો સોનુ છે. અહીંની નેલ્લામાલા પર્વત શ્રૃંખલામાં પણ અનેક ટ્રેઝર હન્ટર્સ સક્રિય છે. 2018માં અહીં જંગલોમાંથી 2 થી 3 ટ્રેઝર હંટર માર્યા ગયા હતાં.
  • હમ્પીનું ઐતિહાસિક મહત્ત્વ ખૂબ જ વધારે છે. બેલ્લારીથી હમ્પી સુધી 4100 હેક્ટેયરની જમીન ઉપર 1600થી વધારે પુરાતાત્વિક મહત્ત્વના સ્મારક છે. આ જ સ્મારકોમાં કોઇ સ્થાને વિજયનગરનો ખજાનો પણ છુપાયેલો હોવાની માન્યતા છે. અનેક ટ્રેઝર હન્ટર્સ અહીં આ સ્મારકોને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. અનેક મૂર્તિઓ અને સેંકડો વર્ષ જૂની નંદી પ્રતિમાને નુકસાન પહોંચાડી ચૂક્યા છે.
  • આંધ્રપ્રદેશના જ કોલૂરમાં મૂકાંબિકા દેવી મંદિર છે. માન્યતા છે કે, અહીં દક્ષિણ ભારતના રાજાઓએ ખજાનો રહસ્યમયી જગ્યાઓમાં સંતાડ્યો હતો. જેની રક્ષા આજે પણ નાગ કરે છે.માન્યતા છે કે, બહારના આક્રમણકારીઓથી બચવા માટે અહીં રાજાઓએ ગુપ્ત તહેખાનામાં ખજાનો રાખ્યો હતો.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

 

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *