તાજી ખબરોમનોરંજનવિદેશ

અમેરિકામાં જુવાનિયાઓ ‘કોવિડ-19 પાર્ટી’ કરે છે, કોને પહેલો ચેપ લાગશે તેની શરત લાગે છે!

અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-19 પાર્ટીઓ’ યોજે છે તેવા સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના કાઉન્સિલર સોન્યા મેકિન્સ્ટ્રીએ સત્તાવાર રીતે આ શૉકિંગ પાર્ટીની વિગતો આપી છે. આ ‘કોવિડ-19 પાર્ટી’ના આયોજકો કોરોના પોઝિટિવ વ્યક્તિઓને પાર્ટીમાં આમંત્રે છે. પ્લસ પાર્ટીમાં તંદુરસ્ત લોકો પણ હાજર હોય છે. તેઓ પાર્ટીમાં આવતાંની સાથે જ નક્કી થયેલી એક રકમ કાચના બાઉલમાં એકઠી કરે છે. હેતુ એવો કે પાર્ટી યોજાઈ ગયા પછી તેમાં આવેલી જે વ્યક્તિને સૌથી પહેલો કોરોનાનો ચેપ લાગે તે એકઠા થયેલાં તમામ નાણાં લઈ જાય!

ટસ્કાલૂસા સિટીના ફાયર ચીફ રેન્ડી સ્મિથે પણ આ વાત સ્વીકારી છે કે શરૂઆતમાં અમને લાગેલું કે આવી પાર્ટીઓ ગુપ્ત રીતે યોજાય છે તે માત્ર અફવા જ છે. પરંતુ થોડા રિસર્ચ પછી અમને ખબર પડી કે ખરેખર આવી પાર્ટીઓ યોજાય છે. આ પાર્ટીમાં કેટલાક કોરોના પોઝિટિવ યુવાનોએ પોતે કોરોનાવાઈરસના વાહક છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક આ પાર્ટીમાં હાજરી આપી હતી.

આવી કોવિડ-19 પાર્ટીઓમાં કોરોના પોઝિટિવ યુવાનોએ હાજરી આપ્યા પછી કેટલા લોકોને ચેપ લાગ્યો અને તેમણે બીજા કેટલા લોકોને આ ચેપ પાસ ઑન કર્યો તેની ચોક્કસ વિગતો હજી જાહેર થઈ નથી.યુવાનો તેમની કુદરતી રોગપ્રતિકારક શક્તિને લીધે કોરોનામાંથી ઊગરી જાય તેની શક્યતાઓ વધારે રહે છે. તેનો લાભ ઉઠાવીને આવા યુવાનો થ્રિલ મેળવવા માટે આવી શૉકિંગ પાર્ટીઓ યોજે છે અને પોતાનો તથા અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકે છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *