1 રથયાત્રામાં હાથીઓના પગ સાંકળોથી બાંધવા પર ભડક્યા મેનકા ગાંધી; આપ્યું મોટું નિવેદન! - ન્યુઝ ગુજરાતી

રથયાત્રામાં હાથીઓના પગ સાંકળોથી બાંધવા પર ભડક્યા મેનકા ગાંધી; આપ્યું મોટું નિવેદન!

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હાથીઓને સાંકળોથી બાંધીને ચલાવવાના મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરી ટીકા કરી છે.

મેનકા ગાંધીએ જણાવ્યું કે, ધાર્મિક ઉત્સવો અને તહેવારોના નામે અબોલ પ્રાણીઓ પર આ પ્રકારનો અત્યાચાર કરવો તે બિલકુલ યોગ્ય નથી. આટલી ગરમી અને ભીડ વચ્ચે હાથીઓને સાંકળોથી જકડી રાખવા એ ક્રૂરતા સમાન છે. તેમણે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટને તહેવારોમાં પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમના પ્રત્યે સંવેદનશીલતા દાખવવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com