બીઝનેસ

ખરીદી કરો છો ફ્લિપકાર્ટમાંથી?તો તમારે ખાસ વાંચવા જેવા છે સમાચાર

ઈ કોમર્સ સેગમેન્ટમાં ભારતીની સૌથી મોટી ઓનલાઈન શોપિંગ કંપની ફ્લિપકાર્ટ વેચાઈ શકે છે. આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરી રહેલી ફ્લિપકાર્ટને ખરીદવા માટે બે મોટી કંપનીઓએ ઓફર કરવાનું મન બનાવી લીધુ છે. બિઝનેસ અખબાર મિંટમાં છપાયેલા અહેવાલ મુજબ ફ્લિપકાર્ટને ખરીદવા માટે અમેરિકી કંપની એમેઝોને રસ દાખવ્યો છે. એમેઝોન જલદી તેના માટે ઓફર કરી શકે છે. આ બાજુ દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ પણ આ અંગે રેસમાં જોવા મળી રહી છે..

21 અબજ ડોલરની ફ્લિપકાર્ટ
અહેવાલો મુજબ, ફ્લિપકાર્ટની કુલ વેલ્યુ હાલ 21 અબજ ડોલરની આસપાસ આંકવામાં આવી છે. વોલમાર્ટની સાથે ડીલ થવાથી ફ્લિપકાર્ટ મોટી કંપની થશે. આવા સંજોગોમાં તેને પોતાના હરીફ એમેઝોન સાથે મુકાબલો કરવામાં મદદ મળશે. ઈન્ડિયન ઈ કોમર્સ બજારમાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં હંમેશા ટક્કર થતી રહી છે.

એમેઝોનની ભારતીય બજાર પર ચાંપતી નજર
એમેઝોનની ભારતીય બજાર પર નજર છે. તે પોતાના એક્શન પ્લાનને લઈને પણ ખુબ ગંભીર છે. તેણે ભારતીય બજારમાં લગભગ 5 અબજ ડોલરના રોકાણની યોજના પણ બનાવી રાખી છે. આવામાં જો ફ્લિપકાર્ટ સાથે ડીલ થાય તો તેનો લગભઘ 70 ટકા ભારતીય બજાર પર કબ્જો હશે. હાલ ફ્લિપકાર્ટની ભારતીય ઓનલાઈન બજારમાં 40 ટકાની ભાગીદારી છે.

User Rating: Be the first one !
Tags
Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *