બીઝનેસ

ICICI બેંકના વડા ચંદા કોચરની એક દિવસની કમાણી અંદાજે રૂપિયા 2.18 લાખ

ICICI બેન્કની સીઇઓ ચ્ંદા કોચર હાલમાં ભારે ચર્ચામાં છે. હકીકતમાં તેમના પર વીડિયોકોનને 3250 કરોડ રૂ.ની લોન દેવાના મામલામાં ગરબડ કરવાનો આરોપ છે. આ મામલામાં ચંદા કોચરના પતિ વિરૂદ્ધ પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીબીઆઇ પછી હવે ઇન્કમટેક્સ વિભાગે પણ દીપક કોચર વિરૂદ્ધ નોટીસ જાહેર કરી છે. સીબીઆઇ બહુ જલ્દી ચંદા કોચરની પુછપરછ કરી શકે છે. ચંદા કોચર અને તેના પતિ પર અંગત ફાયદા માટે લોન આપવાનો આરોપ છે. જોકે ચંદા કોચરની એક દિવસની કમાણીના આંકડો સામાન્ય વ્યક્તિ માટે તો સપના સમાન જ છે.

મેનેજમેન્ટ ટ્રેઇનીથી પોતાની કરિયરની શરૂઆત કરનારી ICICI બેન્કની સીઇઓ ચંદા કોચરનો સમાવેશ ફોર્બ્સ મેગેઝિને દુનિયાની 100 તાકાતવર મહિલાઓની યાદીમાં કર્યો છે. આ યાદીમાં ચંદા કોચરનો સમાવેશ 32મા ક્રમે થયો છે. ચંદા કોચર કમાણીના મામલે પણ અવ્વલ છે. તેની એક દિવસની કમાણી લગભગ 2.18 લાખ રૂ. છે. ચંદા કોચરની બેઝિક સેલરીમાં ગયા નાણાંકીય વર્ષમાં 15%નો વધારો કરવામાં આ્વ્યો હતો. બેન્કના વાર્ષિક રિપોર્ટમાં ચંદાની બેઝિક સેલરી વધારીને 2.67 કરોડ રૂ. કરી દર્શાવવામાં આવી છે જે ગયા વર્ષે 2.31 કરોડ રૂ. હતી. ગયા નાણાંકીય વર્ષમાં કોન્ટેક્ટ બોનસ, ભથ્થાં અને નફો, પ્રોવિડન્ટ ફંટ, રિટાયરમેન્ટ ફંડ અને ગેચ્યુટી ફંડ મળીને ચંદા કોચરનો કુલ પગાર 4.76 કરોડ રૂ.થી વધારીને 6.09 કરોડ રૂ. કરવામાં આ્વ્યો. આ સિવાય તેને 2.20 કરોડ રૂ.નું બોનસ પણ આપવામાં આવ્યું. ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં ભથ્થાં અને લાભમાં પણ 47% નો વધારો કરાયો. આ હિસાબથી ચંદા કોચરની એક દિવસની કમાણી લગભગ 2.18 લાખ રૂ. થાય છે.

User Rating: 4.6 ( 1 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *