ગુજરાતલાઈફસ્ટાઈલ

નવ મહિનાની ઉંમરમાં બાળક હસતું નથી? તો થઇ જાઓ સાવધાન!

સામાન્ય રીતે લોકો ઑટિઝ્મથી પીડિત બાળકોને મંદબુદ્ધિ કહેવાય છે, પરંતુ હકીકતમાં આ એક ન્યૂરોલૉજિક ડિસઑર્ડર છે. ઑટિઝ્મમાં મગજના અલગ-અલગ હિસ્સા એક સાથે કામ કરી શકતા નથી. જેને ઑટિઝ્મ સ્પેક્ટ્રમ પણ કહેવામાં આવે છે. ઑટિઝ્મથી પીડિત બાળકોને ઑટિસ્ટિક કહેવામાં આવે છે. જો કોઇ બાળક ઑટિસ્ટિક છે તો જીવનભર તેને ઑટિઝ્મ રહેશે. આ ડિસઑર્ડરને ઠીક નથી કરી શકાતું, પરંતુ થોડી સાવધાની અને થોડાક પ્રેમથી તેને કંટ્રોલમાં લાવી શકાય છે.

શું છે ઑટિઝ્મ?

ઑટિઝ્મ એક એવું ન્યૂરોલૉજિકલ ડિસઑર્ડર છે જેમાં પીડિત બાળપણથી જ બીજા બાળકોની જેમ પોતાના પરિવારના સભ્યો અથવા આસપાસના વાતાવરણ સાથે જોડાઇ શકતા નથી. એટલે કે તેમને બીજાની વાત સમજવામાં, પોતાની વાત સમજાવવામાં અથવા બીજાની વાત સાંભળીને તેની પર પ્રતિક્રિયા આપવામાં મુશ્કેલી પડે છે. બધા બાળકોમાં તેના અલગ-અલગ લક્ષણ જોવા મળે છે. કેટલાક બાળકોને શીખવા-સમજવામાં કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે કેટલાક બાળક વાત તો સમજી જાય છે પરંતુ તેના પર પ્રતિક્રિયા આપી શકતા નથી અથવા તો પોતાની વાત રજૂ કરી શકતા નથી. કેટલાક બાળકો એક જ વાત વારંવાર રજૂ કરતા રહે છે. ત્યારે કેટલાક બાળકો જીનિયસ હોય છે, પરંતુ તેમને બોલવામાં અને આસપાસના લોકો સાથે તાલમેલ બેસાડવામાં પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત ક્યારેક-ક્યારેક તેઓ એટલા આક્રમક થઇ જાય છે કે તે પોતે જ પોતાની જાતને ઇજા પહોંચાડતા હોય છે

કેમ થાય છે ઑટિઝ્મ?

ઑટિઝ્મ સ્પેક્ટ્રમનું કોઇ એક કારણ નથી હોતું. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રેગ્નેન્સીના સમયે જો માતાનું થાઇરૉઇડ ઓછું હોય તો બાળક ઑટિસ્ટિક હોઇ શકે છે. ત્યારે વૈજ્ઞાનિક તેના માટે બગડી રહેલા પર્યાવરણને પણ જવાબદાર માને છે.

કોને થાય છે ઑટિઝ્મ?

છોકરીઓની સરખામણીમાં ઑટિઝ્મનું જોખમ છોકરાઓમાં વધારે હોય છે.   – 26 અઠવાડિયા પહેલા જન્મતા બાળકોને પણ ઑટિઝ્મનું જોખમ રહે છે.  – જો એક બાળકને ઑટિઝ્મ છે તો બીજા બાળકને પણ ઑટિસ્ટિક થઇ શકે છે.

User Rating: 1.3 ( 1 votes)
Tags
Show More

Related Articles

2 thoughts on “નવ મહિનાની ઉંમરમાં બાળક હસતું નથી? તો થઇ જાઓ સાવધાન!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *