Indiaઅમદાવાદગુજરાત

સુપ્રીમ કોર્ટે કોવિડ-19ના કારણે રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો

સુપ્રીમ કોર્ટે દેશમાં કોવિડ-19ના કારણે ઓરિસ્સાના પુરીમાં નીકળનારી રથયાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટમાં દાખલ અરજીમાં એવી દાદ માંગવામાં આવી હતી કે મહામારીને જોતા રથયાત્રા રદ અથવા મુલત્વી રાખવી જોઈએ.

આ રથયાત્રા 23 જૂને નિકળનાર હતી. ભુવનેશ્વરના ઓરિસ્સા વિકાસ પરિષદે કરેલી જાહેર હિતની અરજીમા રથયાત્રાને મુલત્વી રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ ભારતીય વિકાસ પરિષદના સુરેન્દ્ર પાણિગ્રહીએ ઓરિસ્સા હાઈકોર્ટના 9 જૂનના આદેશ સામે અપીલ કરી છે.

હાઈકોર્ટે કહ્યું હતું કે એ વાત રાજ્ય સરકાર પર નિર્ભર છે કે તે ધાર્મિક કાર્યક્રમને થવા દેવા માંગે છે કે નહિ પરંતુ તે કાર્યક્રમને પરવાનગી આપે છે તો તેણે કોરોનાવાઈરસના ફેલાવાને રોકવા સંબધિત તમામ આદેશનું પાલન કરવું પડશે. આ સિવાય રથને વ્યક્તિઓની જગ્યાએ મશીન કે હાથીઓ જેવા માધ્યમોથી ખેંચવા પર વિચાર કરવો જોઈએ.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *