positive thoughts

  • news gujarati

    સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.

    ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો.   ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની…

    Read More »