ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,"તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?" તે અંધ વ્યક્તિએ જવાબ આપ્યો,"હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગવાન તો મને જોઇ જ શકે છે!" દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.