ગુજરાતતાજી ખબરોરમત ગમતશીક્ષણ

દ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત

Post By Saniya (Vedic Maths by "Studywith Saniya)

જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો.
દા.ત.૮૭ નો ઘડીયો લખવો હોય તો ૮ અને ૭ ના ઘડીયા બાજુ બાજુમાં લખો.
૮ ૭
૧૬ ૧૪
૨૪ ૨૧
૩૨ ૨૮
૪૦ ૩૫
૪૮ ૪૨
૫૬ ૪૯
૬૪ ૫૬
૭૨ ૬૩
૮૦ ૭૦

હવે પ્રથમ સંખ્યાને બીજી સંખ્યાના પ્રથમ અંક (દશક સ્થાનના અંક) માં ઉમેરી દો અને જવાબ ને બીજી સંખ્યાના બીજા અંક (એકમ સ્થાનના અંક) ની આગળ જોડી દો. જે સંખ્યા જવાબમાં મળી તે મૂળ દ્વિઅંકી સંખ્યા નાં ઘડીયા નો જવાબ છે.

દા.ત. ૮૭ X ૨ માટે, ૧૬ ને ૧૪માં ના દશક સ્થાનના અંક ૧ માં ઉમેરો અને (૧૬+૧)ના જવાબ ૧૭ને, ૧૪માંના એકમ સ્થાનના અંક ૪ ની આગળ લખો. જવાબ ૧૭૪ આવ્યો જે ૮૭ X ૨ નો જવાબ છે.
આ જ રીતે આગળ વધતાં તમે ૮૭નો આખો ઘડીયો લખી શકશો.

૧૬ ૧૪ (૧૬+૧) ૧૭૪
૨૪ ૨૧ (૨૪+૨) ૨૬૧
૩૨ ૨૮ (૩૨+૨) ૩૪૮
૪૦ ૩૫ (૪૦+૩) ૪૩૫
૪૮ ૪૨ (૪૮+૪) ૫૨૨
૫૬ ૪૯ (૫૬+૪) ૬૦૯
૬૪ ૫૬ (૬૪+૫) ૬૯૬
૭૨ ૬૩ (૭૨+૬) ૭૮૩
૮૦ ૭૦ (૮૦+૭) ૮૭૦

નીચે આપેલા બે ઉદાહરણો આ રીત વધુ સારી રીતે સમજાવી શકશે.

૩૮નો ઘડીયો
૩ ૮ ૩૮
૬ ૧૬ (૬+૧) ૭૬
૯ ૨૪ (૯+૨) ૧૧૪
૧૨ ૩૨ (૧૨+૩) ૧૫૨
૧૫ ૪૦ (૧૫+૪) ૧૯૦
૧૮ ૪૮ (૧૮+૪) ૨૨૮
૨૧ ૫૬ (૨૧+૫) ૨૬૬
૨૪ ૬૪ (૨૪+૬) ૩૦૪
૨૭ ૭૨ (૨૭+૭) ૩૪૨
૩૦ ૮૦ (૩૦+૮) ૩૮૦
૩૩ ૮૮ (૩૩+૮) ૪૧૮
૩૬ ૯૬ (૩૬+૯) ૪૫૬

હવે ૯૨ નો ઘડિયો
૯ ૨ ૯૨
૧૮ ૪ ૧૮૪
૨૭ ૬ ૨૭૬
૩૬ ૮ ૩૬૮
૪૫ ૧૦ (૪૫+૧)૪૬૦
૫૪ ૧૨ (૫૪+૧)૫૫૨
૬૩ ૧૪ (૬૩+૧)૬૪૪
૭૨ ૧૬ (૭૨+૧)૭૩૬
૮૧ ૧૮ (૮૧+૧)૮૨૮
૯૦ ૨૦ (૯૦+૨)૯૨૦
૯૯ ૨૨ (૯૯+૧)૧૦૧૨
૧૦૮ ૨૪ (૧૦૮+૨)૧૧૦૪

આ રીતે તમે ૧૦ થી ૯૯ સુધીના દ્વિઅંકી સંખ્યાના ઘડીયા આસાનીથી લખી શકશો!
આ છે વેદિક ગણિતની તાકાત!

Author is teaching vedic maths since 2016 under the name of “Studywith Saniya”. You can contact Saniya Teacher for learning vedic maths, English Grammar. M:7435928233

 

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.

 

 

 

User Rating: 4.88 ( 5 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *