
મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે. મે મહિનામાં બ્રિટન સ્થિત કંપની ઑક્સિટેકને અમેરિકન પર્યાવરણ એજન્સીએ આનુવંશિક રૂપે બદલવામાં આવેલા નર એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરો બનાવવા માટે કહ્યું હતું.
આ યોજનામાં નર મચ્છર બનાવવાના છે, જે જંગલી માદા મચ્છર સાથે મળી સંભવતઃ નવી જાતિ પેદા કરશે. આ નર મચ્છરોમાં એવું પ્રોટીન છે જે માદા મચ્છરોને એમની કરડવાની ઉંમર સુધી પહોંચતાં પહેલાં જ મારી દેશે. સમયની સાથે આ યોજનાનો હેતુ આ વિસ્તારમાં એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરોની સંખ્યા ઘટાડવાનો અને મનુષ્યોમાં બીમારી ફેલાવતા રોકવાનો છે.
એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરને મનુષ્યોમાં ડેન્ગ્યુ, ઝિકા, ચિકનગુનિયા અને પીળા તાવ જેવી જીવલેણ બીમારી ફેલાવવા માટેના કારણ તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત માદા મચ્છર જ મનુષ્યોને કરડે છે કારણ કે એમને ઈંડા આપવા માટે લોહીની જરૂર હોય છે. ઑક્સિટેકની વેબસાઈટનું કહેવું છે કે એમણે બ્રાઝિલમાં પરીક્ષણ કર્યાં છે જેના સકારાત્મક પરિણામ આવ્યાં છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.