1 હવે તારક મહેતા...માં નહીં જોવા મળે અંજલિ - ન્યુઝ ગુજરાતી
Indiaતાજી ખબરોમનોરંજન

હવે તારક મહેતા…માં નહીં જોવા મળે અંજલિ

મળતી માહિતી અનુસાર નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહાએ મેકર્સને કહ્યું હતું કે તે સેટ પર આવી શકે તેમ નથી. નેહા હવે શોમાં જોવા મળશે નહીં, આ પહેલાં પણ નેહાએ મેકર્સને આ વિશે જણાવ્યું હતું. મેકર્સે નેહાને શોમાં રાખવાના શક્ય પ્રયાસ કર્યા પરંતુ એક્ટ્રેસ પાસે તેના પોતાના અલગ કરિયર પ્લાન્સ હોવાના કારણે તેણે શો છોડી દીધો છે.

અન્ય તરફ એવા પણ ન્યૂઝ છે કે નેહાને કોઈ અન્ય સારો પ્રોજેક્ટ મળી ચૂક્યો છે જેનું શૂટિંગ તે જલ્દી શરૂ કરી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 12 વર્ષ પૂરા કર્યા છે. અંજલિનો રોલ કરનારી નેહા મહેતા શરૂઆતથી આ શોમાં છે. તે સીરિયલમાં તારક મહેતાની પત્નીનો રોલ ના નામે કરી રહી હતી. શોમાં તે ડાયટ ફૂડને લઈને ચર્ચામાં રહેતી હતી.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com